ભરૂચથી દિલ્હી પ્રવાસે ગયેલા પ્રવાસીઓ બસ લઇ સિવિલ હોસ્પિટલ મેડિકલ તપાસ અર્થે પહોંચ્યા - coronavirus in india live
ભરૂચ: વાલિયા તાલુકાના વિવિધ ગામોના લોકો દિલ્હી પ્રવાસે ગયા હતા. દિલ્હી સહિતના પ્રદેશમાં કોરોના વાઇરસનાં પોઝિટિવ કેસ વધુ હોવાના કારણે તેમને પણ આ વાઇરસનો ડર સતાવી રહ્યો હતો, ત્યારે શનિવારે તેઓ પરત ફરતા બસ લઇ સીધા સિવિલ હોસ્પિટલ પહોચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં એક સાથે 50થી વધુ દર્દી પહોંચતા સિવિલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. મુસાફરોએ તબીબી પરિક્ષણની માગ કરી હતી. જો કે, કોઈ પણ મુસાફરોમાં કોરોના વાઇરસના લક્ષણ દેખાયા નહોતા.