ગુજરાત

gujarat

ETV Bharat / videos

2002 નરોડા ગામ કેસના જજની ટ્રાન્સફર કરાઈ - Transfer of 2002 Naroda village case judge

By

Published : Mar 8, 2020, 4:49 AM IST

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસના આદેશ બાદ રાજ્યની15 જિલ્લા નીચલી કોર્ટમાં કાર્યરત 18 જજોની બદલી કરવામાં આવી છે. ત્યારે 2002 નરોડા ગામ રમખાણોની સુનાવણી કરતા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ચીફ જજ એમ.કે. દવેની વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ટ્રાન્સફર થઈ જતાં હવે કેસની ફરીવાર સુનાવણી કરવામાં આવશે.શહેરીની વિવિધ નીચલી કોર્ટમાં કાર્યરત 3 જજની પણ અલગ અલગ જિલ્લા બદલી કરવામાં આવી છે. સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ચીફ જજ એમ.કે. દવેની વલસાડના પ્રિન્સિપાલ જજ તરીકે નિમણુંક કરાઈ છે અને તેમના સ્થનાએ ભાવનગરના પ્રિન્સિપાલ સેશન્સ જજ એસ.કે. બક્ષીને અમદાવાદ સીટી સિવિલ કોર્ટના ચીફ જજ બનવાયા છે. આજ રીતે અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના જજ એન.પી. સૈયદને પોરબંદર જિલ્લા સેશન્સ કોર્ટના પ્રિન્સિપાલ જજ નિમણુંક કરવામાં આવ્યા છે. પાલનપુરની કોર્ટમાં કાર્યરત જજ આર.આર. ચૌધરીને જેતપુર કોર્ટ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details