ખેડામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત થયેલા જમીનના ખેડૂતોના સંતાનોને પગભર કરવા તાલીમ અપાઈ
ખેડાઃ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે સંપાદિત કરવામાં આવેલી જમીનના ખેડૂતો અને જમીન માલિકોના બાળકોને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત 36 જેટલા યુવાનોને ટુ વ્હીલર મિકેનિકની નિઃશુલ્ક તાલીમ સાથે જમવાની સુવિધા આપવામાં આવે છે. જે તાલીમ મેળવેલા યુવાનોને કીટ તેમજ પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તાલીમ વર્ગ દ્વારા ખેડૂતોના સંતાનોને પગભર કરીને તેમની માટે રોજગારના વિકલ્પો ઉભા કરવાના પ્રયાસો કરવામાં આવે છે. જેથી ખેડૂતોના બાળકો માત્ર ખેતી પર નિર્ભર ન રહે અને અન્ય ક્ષેત્રમાં રોજગાર મેળવી શકે.