ગોંડલમાં રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટકયાં, સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ ઉઠાવી ગયા - ગોંડલ ભોજરાજપરા
રાજકોટઃ ગોંડલ શહેરના ભોજરાજપરા વિસ્તારમાં રહેતા જેન્તીભાઈ બટુકભાઈ પિત્રોડાના મકાનમાં રાત્રિના તસ્કરોએ સોનાના દાગીના 79 ગ્રામ તથા ચાંદીના દાગીના 720 ગ્રામ તેમજ રોકડા રૂપિયા 93000 મળી કુલ રૂપિયા 269000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ચોરીની ઘટનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એન. રામાનુજ દ્વારા હાથ ધરવામાં આવી હતી.