અમદાવાદમાં 75 લાખના ખર્ચે અપગ્રેડ કરાશે ટ્રાફિક સિગનલ્સ - traffic
અમદાવાદ: શહેરમાં 75 લાખના ખર્ચે 10 સ્થળોએ ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવશે. અમદાવાદમાં ટ્રાફિક દિવસેને દિવસે વધતો જાય છે. જેના લીધે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઓટોમેટીક ટ્રાફિક સિગ્નલ 10 જગ્યાએ અપગ્રેડ થશે. જેના કારણે ટ્રાફિક સિગ્નલના સમયમાં થતી મુશ્કેલીઓ દૂર થશે. આ 10 સિગ્નલ્સ પંચવટી ચાર રસ્તા, પરિમલ, આંબાવાડી, સી.એન.વિદ્યાલય નેહરૂનગર, શીવરંજની, જોધપુર સર્કલ, સ્ટાર બજાર, રામદેવનગર અને ઇસ્કોન ખાતે ગોઠવવામાં આવશે.