બોટાદમાં ડાયમંડ ઍસોસિયેશન દ્વારા ટ્રાફીક સેમિનારનું આયોજન - Organizing a Traffic Seminar
બોટાદઃ શહેરમાં ડાયમંડ એસોસિયેશન તથા બોટાદ જીલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક જાગૃતી સેમિનાર યોજવામાં આવ્યો હતો. બોટાદના ટ્રાફીક સેમિનારમાં હિરાના વેપારીઓ તેમજ રત્નકલાકારો હાજર રહયાં હતા. આ તકે બોટાદ ડાયમંડ એસોસિયેશન તથા રત્ન કલાકારો દ્વારા ટ્રાફીકના નિયમો પાળવાની ખાત્રી આપવામાં આવી હતી .આ કાર્યક્રમમાં બોટાદના હીરાના કારખાનાના માલીકો તેમજ રત્નકલાકારો તથા બોટાદ જીલ્લા પોલીસ સ્ટાફ હાજર રહયા હતા.