Etv Exclusive: સોમનાથ-ભાવનગર હાઇવે જામ, પોલીસની માર્ગ કાર્યરત કરવા જહેમત શરૂ કરી - સુત્રાપાડા પોલીસ
ગીર સોમનાથ: હાલમાં ચોમાસાની ઋતુમાં જિલ્લાના તમામ માર્ગો નામશેષ થયાં છે, ત્યારે સોમનાથ નેશનલ હાઈવે પર એક ટ્રક બંધ પડતા છ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. બીજી તરફ સરસ્વતી નદી પર આવેલા પૂર ઉપર બે ફૂટ જેવડા મોટા ખાડામાં ખાનગી બસ બંધ પડતાં પ્રાચીથી ગોરખમઢી સુધીનો 6થી 7 કિલોમીટરનો રસ્તો જામ થઇ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાની ટ્રાફિક પોલીસ તેમજ સુત્રાપાડા પોલીસે એક એક કરીને વાહનો પસાર કરાવી અને ટ્રાફિક જામ હળવો કર્યો હતો, ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી કે, વહીવટી તંત્રના કોઈ પણ જવાબદાર અધિકારી કે, કર્મચારીએ સ્થળ પર આવવાની જહેમત પણ કરી નહોતી. બેદરકાર નેશનલ હાઇવે ઓથોરિટી અને નિંદ્રાધીન તંત્ર વચ્ચે લોકો ભારે હાલાકીનો ભોગ બની રહ્યાં છે.
Last Updated : Aug 16, 2020, 12:43 PM IST