રાજકોટના નવાગામમાં સ્થાનિક લોકોએ ટ્રાફિકના નિયમોના પગલે ચક્કાજામ કર્યો - traffic news in rajkot
રાજકોટ: ઇ-મેમોના વિરોધમાં વેપારીઓએ અને સ્થાનિક લોકોએ અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલા નવાગામ પાસે ચક્કાજામ કર્યો હતો. નવાગામમાં સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, અમે કમાઇએ છીએ એના કરતાં તો દોઢ ગણો મેમો આવે છે. નવાગામમાં સર્વિસ રોડ બનાવામાં આવ્યો નથી, તેથી લોકોને રોંગ સાઈડમાંથી ચાલવું પડે છે. નવાગામ પાસે લોકોએ કરેલા ચક્કાજામને પગલે રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મેમો રદ કરવાની માગ સાથે મજૂરો, ફ્રૂટના વેપારીઓ અને સ્થાનિક લોકોએ આજે ચક્કાજામ કરીને હોબાળો કર્યો હતો. ટ્રાફિકને પગલે પોલીસે વિરોધ કરી રહેલા 15 લોકોની અટકાયત કરી છે.