કેશોદના મુખ્ય માર્ગોમાં ટ્રાફિક જામ સર્જાયો - જૂનાગઢમાં ટ્રાફિક જામ
જૂનાગઢઃ અઢી મહિનાના લાંબા લોકડાઉન બાદ સકારે અનલોક-1 જાહેર કરતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યાં છે. લોકોના બહાર નીકળવાથી કેશોદના ચાર ચોક બસ સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગોમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આમાં ઘણા લોકો માસ્ક વિના ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. અડધા કલાક જેટલો સમય ટ્રાફિક રહેવાથી ચારચોક વિસ્તારના PSIએ ટ્રાફિક ક્લિઅર કરાવી હતી.