રાજકોટમાં હાઇવે પર 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયો - રાજકોટ ન્યૂઝ
રાજકોટઃ રાજકોટની ગોંડલ ચોકડીથી આજીડેમ ચોકડી સુધી જવાના માર્ગ પર આજે ગુરુવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંદાજીત 5 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. મુખ્યત્વે અહીં રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાથી એક તરફ રોડની સાઈડ બંધ છે. જેના કારણે આ ટ્રાફિક જામ સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ અમદાવાદ તરફથી આવતા વાહનોને સીધા ગોંડલ તરફ જવા માટે બાયપાસ રસ્તો બ્લોક થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમા મૂકાયા હતા.