અંબાજીમાં વેપારીઓને ત્યાં દરોડા, 150 કીલો પ્લાસ્ટીક કરાયું જપ્ત - ETV Bharat
અંબાજીઃ આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો પ્લાસ્ટિક મુક્ત થીમ પર યોજાવાનો છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા અંબાજીમાં 50 માઈક્રોનથી ઓછું પ્લાસ્ટિક વેચવા પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જે અંતર્ગત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.