જામનગરમાં સુભાષ શાક માર્કેટના વેપારીઓએ માર્કેટ શરૂ કરવા માગ કરી - જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
જામનગરઃ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા અનલોક-2માં અનેક ધંધાર્થીઓને મહદઅંશે રાહત આપવામાં આવી છે. લોકોને ધંધા-રોજગારમાં વધુ આવક મળી રહે, તે માટે સરકાર દ્વારા સમય મર્યાદા પણ વધારવામાં આવી છે, ત્યારે હજૂ સુધી જામનગરમાં આવેલા સુભાષ શાક માર્કેટને મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું નથી. જેથી ગુરુવારે સુભાષ શાક માર્કેટ ખાતે વેપારીઓએ હોબાળો મચાવ્યો હતો અને શાક માર્કેટ ફરી શરૂ કરવા માગ કરી હતી. આ સાથે જ માર્કેટ શરૂ નહીં થવા પર ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આ દરમિયાન મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી તેમજ કોંગ્રેસના આગેવાનો વેપારીઓને થતી મુશ્કેલીઓ અને તેમના પ્રશ્નો સાંભળવા સ્થળે પહોંચ્યા હતા.