કેશોદ સ્મશાનમાં બંધ રહેલી ડીઝલ ભઠ્ઠી શરૂ કરવા વેપારીઓની માંગ - કેશોદ ન્યૂઝ
જુનાગઢઃ કેશોદ સ્મશાનમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવ્યું છે. સાત મહીના પહેલા લોકાર્પણ થયેલી ડીઝલ ભઠ્ઠી મોટાભાગે બંધ હાલતમાં છે. આટલા સમયથી બંધ હાલતમાં રહેતા બાંધકામમાં અનેક ખામીઓ જોવા મળી રહી છે. સાત મહીનામાં બાંધકામની દિવાલો તુટવા લાગી છે અને લાદી પણ ઉખડી રહી છે. એક કરોડથી વધુના ખર્ચે વિવિધ કામોનું લોકાર્પણ થયું હતું. નવ નિર્માણ ભઠ્ઠીનું આગામી પંદર દિવસમાં ફરી કામ શરૂ કરવા વેપારી આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું છે કે જો પંદર દિવસમાં આ અંગે કોઈ નિરાકરણ નહી આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે જ સ્મશાનમાં ધુન બેસાડી વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.