જાંબુઘોડાની કેનાલમાંથી બોડેલીના વેપારીનો મૃતદેહ મળ્યો, આપઘાતની આશંકા - news in Panchamahal
પંચમહાલ: પંચમહાલના જાંબુઘોડા તાલુકાના ઉંચેટ પાસે નર્મદાની નહેરમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ બોડેલીનો સુંદર અગ્રવાલ નામના વ્યાપારી હોવાંનું સામે આવ્યુ છે. જેમાં યુવકે ખાનગી બેન્કમાંથી લીધેલી લોનને લઈને ચિંતામાં હોવાનું જાણવા મળેલ છે. તેમજ વારંવાર ઉઘરાણીથી કંટાળી અને નાણાં ન ભરી શકવાના કારણે કેનાલમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. પોલીસે મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલ્યો અને વધુ તપાસ હાથ ધરી છે.