અરવલ્લીઃ માલપુરના વાત્રક બ્રિજ પર ટ્રેક્ટર-ટ્રકનો અકસ્માત, 2ના મોત 32 ઘાયલ - અરવલ્લીમાં ટ્રેક્ટર અને ટ્રકનો અકસ્માત
અરવલ્લીઃ જિલ્લાના માલપુર પાસે વાત્રક બ્રિજ પર મોડી રાત્રે ટ્રેક્ટર અને ટ્રકનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 પૈકી બેના મૃતદેહ નદીમાંથી મળી આવ્યાં છે. તો ઈજાગ્રસ્ત 32માંથી 15 લોકોને મોડાસા અને માલપુર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. આ ઉપરાંત એક નાની બાળકીની હાલત નાજુક રહેતા તેને હિંમતનગર ખસેડવામાં આવી છે.