સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઓનલાઈન ટીકીટ બાબતે પ્રવાસીઓમાં રોષ - Cavadia Statue of Unity
નર્મદાઃ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની જાહેરાતમાં મોટી મોટી વાતો અને મોટા મોટા પ્રચારો કરવામાં સરકારે કોઈ કચાસ રાખી નથી. પરંતુ, હજુ આ સ્થળે અનેક પ્રોજેક્ટો અધૂરા પડ્યા છે. જેની મુશ્કેલી સીધી પ્રવાસીઓ પર થઈ રહી છે. તંત્ર દ્વારા 100 ટકા ઓનલાઈન ટિકિટ કરી દેવાતા પ્રવાસીમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા ઓછામાં ઓછી 50 ટકા ટિકિટ ઓફ લાઇન રાખવી જરૂરી છે. જોકે જેમને ઓનલાઈન ટિકિટ નથી મળી કે ઓનલાઈન કરતા નથી આવડતું તેનું શું તેના માટે તંત્રએ 50 ટકા ટિકિટને ઓફલાઇન માટેની માંગણી કરી છે.