દામોદર કુંડથી પ્રેરણા ધામ તરફ જતા માર્ગનું પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ કર્યું ખાતમુહૂર્ત - Jawahar Chawda inaugurates road from Damodar Kund to Prerna Dham
જૂનાગઢ : ગિરનાર તળેટીમાં આવેલા દામોદર કુંડ નજીક ખાખ ચોકની જગ્યાથી પ્રેરણાધામ તરફ જતા ચાર માર્ગીય રોડનું રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડા દ્વારા શનિવારના રોજ ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને વન વિભાગના અધિકારીઓ તેમજ સાધુ-સંતોએ હાજરી આપી હતી. આ માર્ગ બનવાથી મેળા તેમજ મહાશિવરાત્રી જેવા તહેવારોમાં ટ્રાફિક જામ જેવી સમસ્યામાંથી મુક્તિ મળશે.