વિધાનસભામાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ, છેલ્લા એક કલાકમાં બજેટ પર ચર્ચા - Legislative
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. જેમાં વિવિધ પ્રશ્નો અંતર્ગત ચર્ચા કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી શરૂ થયેલા સત્રમાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રવાસન, મત્સ્યોદ્યોગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રામ્ય વિકાસ સાથે જ વાહનવ્યવહાર અંગે ચર્ચા કરવામાં આવશે. આજે ગૃહમાં છેલ્લા એક કલાકમાં બજેટ અંગે પ્રથમ વખત સામાન્ય ચર્ચા પણ કરવામાં આવશે.