પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કપરાડા બેઠક પર મતદાન શરૂ - gujarat state
વલસાડ: ગુજરાતની 8 વિધાનસભા બેઠક માટે આજે મતદાન છે. જે પૈકી વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભાની બેઠક માટે પણ આજે મતદાન છે. મતદારો સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તમામ મતદાન મથક પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કપરાડા વિધાનસભાની બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો.