મોરબી ડેપોમાં બુધવારથી તમામ એક્સપ્રેસ રૂટની બસ શરૂ થશે - express route buses
મોરબી : અનલોક-1માં ST સેવાઓ શરૂ કરવામાં આવી હતી. જો કે તમામ રૂટો શરૂ કરવામાં આવ્યા નથી. અનલોક-2ની ગાઇડલાઇન મુજબ મોરબી ડેપોની એક્સપ્રેસ રૂટની બસ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાની યાદીમાં જણાવ્યા અનુસાર મોરબી ડેપોની તમામ એક્સપ્રેસ રૂટ આજથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેમાં મોરબીથી વેરાવળ, અમદાવાદ, કવાંટ, અંબાજી, દાહોદ, સુરત અને શામળાજી સહિતની બસો દોડાવવામાં આવશે. તેમજ એક્સપ્રેસ રૂટની બસોમાં ઓનલાઈન બુકિંગ પણ ચાલુ છે. પ્રવાસીઓને અન્ય જિલ્લામાં કે ગામ જવા માટે રાહત અવશ્ય થઇ છે, પરંતુ સાવચેતી રાખવાની ખુબ જરૂર પડશે.