આજે રાજસ્થાનના 6 ધારાસભ્ય પોરબંદર એરપોર્ટ પર આવશે, સૂત્રો - porbandar news
પોરબંદર : રાજસ્થાન સરકારમાં ધમાસણ ચાલી રહ્યું છે. ત્યારે અશોક ગહેલોતના ડરથી બચવા ભાજપના 6 ધારાસભ્યો ગઈકાલે પોરબંદર એરપોર્ટ થી સોમનાથ જવા રવાના થયા હતા. ત્યારે આજે ફરી રાજસ્થાનના વધુ 6 ધારાસભ્યો પોરબંદર આવે તેવી વિગતો આધિકારિક સૂત્ર દ્વારા પ્રાપ્ત થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, અશોક ગહેલોત પાસે સરકાર બનાવવા માટે બહુમતી જોઈએ છે, અને બહુમતી માટે તે કોઈપણ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવા અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ધારાસભ્યોને કોંગ્રેસમાં જતા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે રાજસ્થાનના ધારાસભ્યોને ગુજરાતમાં લાવવામાં આવી રહ્યા છે.