ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેબિનેટ પ્રધાન કુંવરજી 'બાવળિયા'ના ફોટા સાથેનો ટિકટોક વીડિયો વાઇરલ, જુઓ વીડિયો - કુંવરજી બાવળિયાનો ટિકટોક વીડિયો

By

Published : Nov 27, 2019, 2:38 AM IST

રાજકોટઃ સમગ્ર દેશ સહિત રાજ્યમાં યુથ હવે સોશિયલ મીડિયા અને ખાસ કરીને ટિકટોક વીડિયો તરફ વધ્યા છે, ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાનો એક ટિકટોક વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં કુંવરજી બાવળિયાના ફોટા સાથે એક યુવતી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ ગીતમાં બાવડિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે મામલે હાલ જસદણનું રાજકારણ ગરમાયું છે. આ વીડિયો મામલે કેબિનેટ પ્રધાન બાવળિયાએ રાજકોટની સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં અરજી પણ કરી છે. જેને લઇને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ જસદણ-વીંછિયાની પેટા ચૂંટણી દરમિયાન વિસ્તારના ભાજપના દિગ્ગજ નેતા ડૉ. ભરત બોઘરાએ બાવળિયાને ચૂંટણીમાં હરાવવાના પ્રયાસો કર્યા હોવાના આરોપ થયા છે. તેમજ બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે મતભેદો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details