જન્માષ્ટમી પર દ્વારકા જગતમંદિરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કોરોનાની ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન - પોલીસ બંદોબસ્ત
દેવભુમિ દ્વારકા: દેશભરમાં આજે સોમવારે જન્માષ્ટમીના તહેવારની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દ્વારકા જગત મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે આવી પહોંચ્યા છે, જો કે પોલીસ દ્વારા સમગ્ર દ્વારકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને કોરોના ગાઈડલાઈનનુ સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત ભક્તોને સૂચના આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જગત મંદિરમાં જન્માષ્ટમીનો મહોત્સવ રાખવામાં આવ્યો ન હતો, જ્યારે આ વર્ષે કોવિડ ગાઈડલાઈનના સાથે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.