જામનગરના મુખ્ય માર્ગો સુમસામ, લોકડાઉનનું ચુસ્ત પાલન - latest news in Jamnagar
જામનગર: શહેરમાં લોકડાઉનનું ચુસ્ત પાલન જોવા મળી રહ્યું છે. લોકો પણ ખાસ કામ નહોય તો ઘરની બહાર નીકળતા નથી. જે લોકો કામ વિના બહાર નીકળે છે, તેની સામે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ચીનમાં પણ લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. ત્યાં લોકડાઉનની અસર પણ જોવા મળી છે. અહીં કોરોના વાઇરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.