પંચમહાલના યુવાને જીવના જોખમે બનાવ્યો ટિકટોક વીડિયો - Panchamahal 2 youths made videos at risk of death
પંચમહાલઃ સમગ્ર દેશમાં નાના મોટા સૌને ટિકટોકનું ભૂત વળગ્યું છે. લોકો અનેક રીતે તેનો ઉપયોગ કરે છે. કોઈ ડાન્સ કરે છે, તો કોઈ કોમેડી કરીને ટિકટોક બનાવે છે. પણ પંચમહાલમાં પ્રેમમાં પાગલ બનેલા 2 યુવાનોએ જાનનો જોખમે પોતાના હાથ પર બેલ્ડના ઘામારી પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. સંગીતની ધૂન પર હાથ પર બ્લેડ મારતા વીડિયોમાં નજરે પડી રહ્યા છે. જો કે, ઈ ટીવી ભારત આવા વીડિયોનું ખંડન કરે છે. અમે આવા કોઈ વીડિયોને પ્રોત્સાહન આપતા નથી અને બાળકોને આવું ન કરવા વિનંતી કરીએ છીએ.