પોરબંદરમાં માણેકચોકમાં આવેલું ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહીં - પોરબંદર સમાચાર
પોરબંદરઃ માણેકચોક અને સોની બજારમાં આવેલું વર્ષો પહેલાનું ત્રણ માળનું જૂનું મકાન આજે ધરાશાયી થયું હતું. જો કે સદનસીબે ઘરમાં રહેતા લોકોને વહેલાસર જાણ થતાં બહાર નીકળી ગયા હતા. ગઈકાલે રાત્રે આ મકાન થોડું હલતું હતું. જેની જાણ પરિવારના લોકોને થઈ હતી અને પરિવારના 4 સભ્યો બહાર નીકળી ગયા હતા. પોરબંદરના ખારવાવાડ સહિત અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. છતાં તંત્ર દ્વારા મકાનો પાડવામાં નથી આવતા તેવી વાત પણ લોકોએ કરી છે. ત્યારે આ ત્રણ માળનું મકાન પડતાં આસપાસના મકાનોમાં પણ નુકસાની થઈ હતી.