રાજકોટમાં મોડીરાત્રે યુવતીઓની છેડતી કરનાર 3 ઈસમોની ધરપકડ - ગુજરાત પોલીસ
રાજકોટ: જિલ્લાના કાલાવાડ રોડ નજીકથી મંગળવારની મોડીરાત્રે બે યુવતીઓ પોતાનું બાઇક લઇ જઇ રહી હતી તે દરમિયાન અજાણ્યા કાર ચાલકો દ્વારા પ્રથમ યુવતી સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી અને ત્યારબાદ કાર ચાલક દ્વારા યુવતીના બાઇકની ઓવર ટેક કરી કાર અથડાવવાની કોશિશ કરી હતી. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધતા શહેરની માલવિયાનગર પોલીસે ત્રણ યુવકોની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.