ગુજરાત

gujarat

ETV Bharat / videos

ગોંડલ પંથકમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ, APMCમાં ખેડૂતોની મગફળી પલળી

By

Published : Sep 30, 2020, 10:51 PM IST

રાજકોટઃ જિલ્લાના ઉપલેટા, જસદણ અને ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં રાખેલી ખેડૂતોની મગફળી વરસાદમાં પલળી ગઇ હતી. ગોંડલમાં સાંજના સમયે મેઘરાજાએ વરસવાનું શરૂ કરતાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે ગોંડલથી રીબડા સુધી હાઇવે પર વાદળ ફાટ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. ગોંડલ તાલુકાના પંચીયાવાદર, શેમળા, બિલિયાળા, અનિડા ભલોડી અને ભોજપરા સહિત વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો હતો. અતિરેક વરસાદના કારણે ખેતરમાં મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details