જામનગર: કાલમેઘડા ગામે ખાડામાં પડી જવાથી 3 બાળકોના મોત - Kalmeghda village
જામનગરઃ કાલાવડના કાલમેઘડા ગામે પાણીના ખાડામાં પડી જતા ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. જામકંડોરણા તાલુકાના કાલમેઘડા ગામે ખેત મજૂરી કરતા દિલીપભાઈ ઠાકોરનો પુત્ર રાહુલ, પુત્રી કિરણ અને શૈલેષભાઈ ઠાકોરની પુત્રી રિયા ખેતર પાસે રમી રહ્યા હતા. ત્યારે અચાનક ઢોર ભડકતા ત્રણે માસૂમ બાળકો ખાડામાં પડી ગયા હતા. લોકોએ એકઠા થઇ બાળકોને બહાર કાઢી સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ત્રણે બાળકોને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.