કોરોનાકાળમાં અમદાવાદની સ્થિતિ, ધાર્મિક કામના આયોજનમાં હજારો મહિલાઓ થઇ એકઠી - સોશિયલ ડિસ્ટન્સનો ભંગ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો, ત્યારે સાણંદના નવાપુરા ગામમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. અહીંયા હજારો મહિલાઓ બળીયાદેવના મંદિરે આવી પહોંચી હતી, ત્યારે સાવલ થાય કે શું આ લાપરવાહી કોરોનાને વધુ ફેલાવશે નહીં? શું પોલીસ પ્રશાસન સૂઈ રહ્યું હતું? શું ધર્મના નામ પર કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવાની પરવાનગી આપવામાં આવી છે? ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોજના 13 હજાર આસ-પાસ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય DySpએ જણાવ્યું કે, સરપંચ સહિત 23 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.