ગુજરાત

gujarat

ETV Bharat / videos

તાપીના નિઝરમાં લગ્ન પ્રસંગમાં હજારોની મેદની એકઠી થઈ, પોલીસે ફરિયાદ નોંધી - કોરોના અપડેટ

By

Published : Mar 24, 2021, 7:10 PM IST

Updated : Mar 24, 2021, 7:18 PM IST

તાપીઃ સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે આપણો ભારત દેશ પણ તેમાથી બાકાત નથી. ભારત દેશમાં પણ છેલ્લા એક વર્ષથી કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે અને લાખો લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. સરકાર દ્વારા કોરોના વાઇરસને અનુસંધાને કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને અવારનવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝ સહિતની કોરોના ગાઈડલાઈનનો અનુસરવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં કોરોના ગાઈડલાઈનનો અમલ ના થતો હોવાની ઘટના સામે આવી છે. તેવી જ એક ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલદા ગામમાં યોજાયેલા લગ્નનો વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કોરોના ગાઈડલાઈનને નેવે મુકીને DJના તાલે નાચી રહ્યા છે, હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે જે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ લગ્ન પ્રસંગ જોગાભાઈ ભીખાભાઇ પાડવીના ઘરે યોજાયા હતા. લગ્નની કંકોત્રીમાં આયોજક દ્વારા બેન્ડ બોલાવવામાં આવી હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ત્યારે અહીં સવાલો એ ઊભા થાય છે કો શું આયોજકોને કાયદાનો પણ ડર નહીં હોય ?, નિઝર પોલીસે બેન્ડ માલિક અને આયોજક જોગાભાઈ ભીખાભાઇ પાડવી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ કોરોના વાઇરસના કેસો ગુજરાતમાં ફરીથી વધી રહ્યા છે ત્યારે ETV BHARAT આપને અપીલ કરી રહ્યું છે કે કોરોના ગાઈડલાઈનનો અમલ કરો જેથી કોરોના વાઇરસથી બચી શકાય.
Last Updated : Mar 24, 2021, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details