ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા - ભરુચ કોરોના કેસ
ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાઇરસના 13 પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 619 પર પહોંચી છે. જેમાં ભરૂચમાં 3, આમોદમાં 3, અંકલેશ્વરમાં 6 અને જંબુસરમાં કોરોના વાઇરસના એક-એક પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચમાં કોરોનાના વધતા કહેર બાબતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાની હોસ્પિટલોમાં બેડની પુરતી વ્યવસ્થા છે, તો કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર માટે ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર છેડે સરકારી જમીન ફાળવામાં આવી છે, જ્યાં દર્દીના અંતિમ સંસ્કાર કરી શકાશે.