અમદાવાદ: મંદિરમાં તસ્કરોએ દાનપેટીની કરી ચોરી, ઘટના CCTVમાં કેદ - મંદિરમાં ચોરોએ દાનપેટીની કરી ચોરી
અમદાવાદ: શહેરના હાટકેશ્વરના ખોડિયાર મંદિરમાં ચોર મોડી રાતે આવીને દાનપેટી ચોરી ગયા હતા. હાટકેશ્વર સર્કલ પાસે આવેલ ખોડિયાર મંદિરમાં બુધવારે મોડી રાતે ચોર ત્રાટકયા હતા. મંદિરમાં લોખંડની દાનપેટી હતી, તે ચોર ઉઠાવી ગયા હતા. મંદિરના પૂજારી દરવાજાથી નજીક જ સુતા હતા. તેમ છતાં ચોર મંદિરમાં ત્રાટકયા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતાં ખોખરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.