રાજકોટમાં ચિલઝડપ કરતા યુવક-યુવતી ઝડપાયા - crime
રાજકોટઃ રાજકોટમાં રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતા સમીર કાસમ બ્લોચ અને તેની સાથે રહેલી રીંકલ દિપક સાતાને રાજકોટ તાલુકા પોલીસ CCTVના આધારે ઝડપી પાડ્યા છે. રાજકોટના બીગ બજાર નજીક તાજેતરમાં જ આ યુવક-યુવતી મોપેડ પર બેસીને રસ્તા પર ચાલી જતી એક મહિલાનું બેગ ઝૂંટવીને ભાગ્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસને બંનેને ઝડપી પાડવા માટે સફળતા મળી છે. આ બંનેની 17 ગુનામાં સંડોવણી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.