ગોંડલના વાસાવડ ગામે હાઈસ્કૂલમાં તસ્કરોનો હાથફેરો, ઘટના CCTVમાં કેદ
ગોંડલ: કોરોનાના કહેરને લઈને રાજ્યભરની શાળા કોલેજો છેલ્લા ત્રણ ચાર મહિનાથી બંધ છે ત્યારે ગોંડલના વાસાવડ ગામે બંધ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. વાસાવડ ગામે આવેલી શ્રીમતિ એસ. એસ. અજમેરા હાઈસ્કૂલમાં તસ્કરોએ કોમ્પ્યુટર રૂમને નિશાન બનાવીને રૂમના તાળા તોડીને તેમાં પડેલા 42 ઈંચના કલર ટીવી ઉઠાવી ગયા હતાં. ચોરીની આ ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને સીસીટીવીના આધારે ચોરીના આ બનાવમાં તપાસ હાથ ધરી હતી.