વિસાવદરમાં ભારે વરસાદ પડતા, લોકોને પડી હાલાકી - Gujarat
જૂનાગઢઃ શહેર વિસાવદર પંથકમાં મેધરાજા મન મૂકીને વરસ્યા છે. ઝરમર ઝરમર વરસાદથી બફારાથી રાહત થઇ હતી. બપોર પછી મેધરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેતરોમાં પાણી ફળી હતા. વિસાવદરમાં ધોધમાર વરસાદ પડતાં લોકોને હાલાકી પડી હતી. ઉપરવાસમાં વરસાદ થવાથી વિસાવદરની ધાફડ નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યા હતો. જયારે એક દિવસનો વિસાવદર પંથકમાં 45 મિમિ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.વરસાદની સાથે સાથે લોકોને થોડી હાલાકી પણ ભોગવવી પડી હતી. એક પીપળાનું તોતીંગ વૃક્ષ રસ્તા ઉપર ઘરાશાયી થતા થોડી વાર માટે રસ્તો પણ બંધ થયો હતો, પરંતુ તંત્ર દ્વારા જેસીબીની મદદથી આ પીપળાના તોતીંગ વૃક્ષને દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.