જામનગરમાં નવોદય વિદ્યાલયની પરીક્ષામાં 4889 વિદ્યાર્થીઓ રહ્યા હાજર - જામનગરમાં નવોદય વિધાલયની પરીક્ષામાં 4889 વિદ્યાર્થીઓ હાજર
જામનગર : જિલ્લાના 18 કેન્દ્રો પર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જિલ્લાના વિવિધ કેન્દ્રો પર જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 4889 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરે છે. તેને વિનામૂલ્યે અભ્યાસ કરાવવામાં આવે છે.