સુરતના જહાંગીર પુરા વિસ્તારમાં ST બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત - surat samachar
સુરત: શહેરના જહાંગીર પુરા વિસ્તારમાં ST બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મહિલા કન્ડેક્ટર સહિત ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા. મહિલા કન્ડક્ટર સહિત ત્રણને ઇજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમરોલીથી ઓલપાડ ડેપો જતી બસ નંબર GJ18 z 3308 જહાંગીરપુરા પુલ નીચે એક રીક્ષા વાળાને બચાવવા જતા કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઈડર સાથે અથડાઈ હતી. બસ કન્ડક્ટર અને રીક્ષા ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ હતી, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.