ભાવનગરના ઉદ્યોગપતિના ઘરમાં ઘરેણા સહિત લાખો રૂપિયાની ચોરી - ભાવનગર સમાચાર
ભાવનગરઃ શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ઉદ્યોગપતિ પણ હવે તસ્કરોના નિશાને આવી ગયા છે. રજાકભાઈ સાકરવાલા ઉદ્યોગપતિના ઘરમાં તસ્કરો હાથફેરો કરી લાખોની મત્તા ઉઠાવી ગયા હતા. ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.રૂપિયા 6થી7 લાખની અંદાજિત રોકડ અને 2 લાખથી વધુનું ઘરેણું મળી કુલ રૂપિયા 8 લાખની મતાની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.