હળવદમાં દુકાનમાંથી પૈસા ભરેલી બેગની ચોરી થતા ચકચાર - ન્યુઝ ઓફ મોરબી
હળવદ: શહેરમા આવેલા સાધના કોમ્પ્લેક્ષમાં લક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢીના માલિક ઘરેથી આવીને દુકાન ખોલી સાફ-સફાઈ કરતા હતા. તે દરમિયાન બાજુમાં પાણી ભરવા માટે ગયા એટલી જ વારમાં કોઈ ગઠીયો વેપારીની નજર ચૂકવી રોકડ રકમ ભરેલ થેલો ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જે મામલે હળવદ પોલીસ મથકમાં રૂપિયા 3,56,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે.