ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં 3 શખ્સો દ્વારા 10 લાખની ચોરી, પોલીસે તપાસ હાથ ધરી - Satyam Colony Jamnagar

By

Published : Jan 7, 2020, 11:44 PM IST

જામનગરઃ શહેરમાં ધોળા દિવસે લાખોની રકમની ચીલ ઝડપની ઘટના સામે આવી છે. સત્યમ કોલોની વિસ્તારમાં બાઈક પર આવેલા 3 શખ્સોએ રૂપિયા 10 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો આરોપીને ઝડપી પાડવા માટે ઘટના સ્થળે પહોંચ્યો હતો. મહત્વનું એ છે કે, આરોપી પ્લાનિંગ સાથે ચીલઝડપ કરી હોવાનું પ્રાથમિક તારણમાં જોવા મળી રહ્યું છે. બાઈક પર આવેલા 3 શખ્સોએ કેશ લઈ બેંકમાં પૈસા જમા કરવા જતાં વ્યક્તિને આંતરીને ચીલઝડપ કરી હતી. પોલીસે તમામ જગ્યાએ નાકાબંધી કરી અને CCTVની મદદથી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details