જેતપુરમાં બે જગ્યાએ ચોરીની ઘટના, CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ - Crime News
રાજકોટઃ જિલ્લાના જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાંથી ચોરી કરતો એક શખ્સ CCTVમાં કેદ થયો હતો. બીજી ઘટના જેતપુર શહેરમાં સ્ટેન્ડ ચોકમાં આવેલા રવિ ઇલેક્ટ્રોનિકસમાં બની હતી. ઇલેક્ટ્રોનિકની દુકાનમાં ડિસ્પ્લેમાં રાખેલા હોમ થીએટરની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થયો હતો. બંને ઘટના CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે.