ભરૂચના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા - bharuchpolice
ભરૂચ : શહેરમાં તસ્કરોએ ભગવાનના ધામને પણ બાકાત રાખ્યું નથી. શહેરના લીંક રોડ પર આવેલ મયુર પાર્ક નજીકના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મંદિરની દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા. જો કે હાલમાં જ મંદિરમાં થોડા સમય પહેલા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું હતુ. જેથી સંચાલકો દ્વારા દાન પેટીમાંથી દાનનાં પૈસા કાઢવામાં આવ્યા હતા. આથી મોટી રકમની ચોરી થતા એટકી હતી. સમગ્ર ઘટનાની તપાસ ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે શરુ કરી છે.