અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ચોર દંપતી ઝડપી પાડ્યું - ઝોયાલુક્કાસ શોરૂમ
અમદાવાદ: શહેરમાંથી વધુ એક ચોર દંપતી ઝડપાયું છે. જે ઝોયાલુક્કાસ સહિતની 5 જ્વેલરી શો રૂમમાં દંપતી ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા જતા અને મોકો મળતા સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. ચોર દંપતીએ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ નજર ચૂકવીને દાગીના તફડાવેલા છે. અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. ચોરીના આ આરોપી પુનમ ઉર્ફ પુર્ણી અને કમલેશ ઉર્ફ રાજા થાવર રંગવાણીને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા. બંનેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, એલિસબ્રિજ પંચવટીના ઝોયાલુક્કાસ શોરૂમ અને સાણંદની મોચી બજારથી સોનાના દાગીનાની ચોરી કરી છે. આ ચોર દંપતી અમદાવાદ શહેર અને અન્ય રાજ્યોમાં જ્વેલર્સના શો રૂમમાં જતાં અને ગ્રાહક બનીને વેપારી કે સેલ્સમેનને દાગીના બતાવવાનું કહીને વાતોમાં રાખીને નજર ચૂકતા જ પુનમ દાગીનાઓે પોતાના કપડામાં કે, પર્સમાં સંતાડી દેતી હતી. બંનેનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે.