ગુજરાત

gujarat

ETV Bharat / videos

દાહોદમાં જવેલર્સની દુકાનમાં થયેલી ચોરીના CCTV ફૂટેજમાં તસ્કરો કેદ - theft news in dahod

By

Published : Dec 10, 2019, 10:44 AM IST

દાહોદ: શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી જવેલર્સની દુકાનમાં બે તસ્કરોએ દુકાનની શટરને તોડી અંદર મુકેલા ચાંદીના દાગીના, મૂર્તિઓ રોકડ રકમ મળી આશરે 35થી 40 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી રફુચક્કર થઇ ગયા છે. પરંતુ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTVમાં કેદ થઇ હતી. પોલીસે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી કરી ચોરને ઝડપી પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે આવેલા ગુરુકૃપા જવેલર્સની દુકાનમાં ગતરાત્રે 2:30ના સમયગાળા દરમિયાન ચોરીના મક્કમ ઈરાદા સાથે ત્રાટકેલા બે અજાણ્યા તસ્કરોએ દુકાનના બહાર લાગેલા CCTC પર સેલોટેપ વડે કાગળ ચોંટાડી તેમજ અન્ય બે કેમેરા ફેરવી દુકાની શટર તોડીને દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં મુકેલ ચાંદીની 35 જેટલી અંગૂઠીઓ, ચાંદીની ભગવાનની મૂર્તિઓ, તેમજ દુકાનના ગલ્લામાં પડેલ 2000 રૂપિયાની રોકડ રકમ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે ચોરને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details