તસ્કરોએ નિવૃત આર્મીમેનના ઘરને બનાવ્યું નિશાન, દાગીના સહિત લાઇસન્સવાળી ગન પણ ઉઠાવી ગયા
રાજકોટઃ શહેરમાં ચોરી, લૂંટ જેવી ગુનાખોરીમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે માલવિયા વિસ્તારમાં આવેલા નવલનગર શેરી નંબર 9/15માં રહેતા નિવૃત આર્મીમેનના ઘરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો દ્વારા રોકડ રુપિયા દોઢ લાખ સહિત સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ ઉપરાંત તસ્કરો નિવૃત આર્મીમેન મહાવીરસિંહ ઝાલાના ઘરમાં રહેલી લાયસન્સવાળી ગન પણ ઉઠાવી ગયા હતા. હાલ માલવીયાનગર પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.