ગોંડલ: દબાણ દૂર કરવાની અરજી કરનારા યુવાન પર 8 શખ્સોએ જીવલેણ હુમલો કર્યો - rajkot news
રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં રહેતા સુરેશભાઇ પરસોત્તમભાઇ ભલાળાએ તેમની ઘોઘાવદર જતા રસ્તા પર આવેલી જમીન પર વ્યાપક પ્રમાણમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવા માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી હતી. જેનો ગુસ્સો રાખી રાજુ હેમુભાઇ ઝાપડા, ભરત જીલુભા ટારીયા, જસા પાંચાભાઇ ટારીયા, ગોરબ દેવશીભાઇ લાંબરીયા, લાલજી બટુકભાઇ ટોટા, મેરુ મૂળજીભાઇ ઝાપડા, અજય ગાડુભાઇ ઝાપડા અને મૈસુર બધાભાઇ ઝાપડા આઠ લોકોએ મળીને સુરેશભાઇ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તે ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.