સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગરબા રમી કરાઇ માં શક્તિની આરાધના - સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગરબા
ગીર સોમનાથઃ શિવભક્તોના આસ્થા પ્રતીક સમાન પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ મંદીરે એક દીવસીય રાસોત્સવ યોજાયો હતો. જેમાં શિવ સાથે માતા શક્તીની આરાધના કરવામાં આવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ જ્યાં ભગવાન શિવ સોમનાથ સ્વરૂપે બીરાજે છે, ત્યાં શક્તિ રૂપે માનવામાં આવતા માતાજીની આરાધના કરાઇ હતી. સ્થાનીકોએ શીવજીના ચરણોમાં માતા શક્તીના ગરબા રમી આરાધના કરી ધન્યતા અનુભવી હતી.