ડીસામાં જાગીરદાર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું - ડીસામાં જાગીરદાર ક્ષત્રીય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન કરાયુ
ડીસા: નવરાત્રીના નવ દિવસ લોકો માતાજીની ધામ-ધૂમથી ગરબા રમી ઉજવણી કરતા હોય છે અને દસમા દિવસે એટલે કે, વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન થતું હોય છે. શહેરમાં શ્રી રાજપૂત જાગીરદાર ક્ષત્રીય મંચ દ્વારા શાસ્ત્રોક વિધિથી શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા ક્ષત્રિયોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સમાજના આગેવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વિજયાદશમીની ઉજવણીના ભાગરૂપે કાઢવામાં આવી હતી. દશેરાના દિવસે બનાસકાંઠા જિલ્લા જાગીરદાર સમાજના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દશેરાના દિવસે અમે પાટીદાર સમાજના લોકોએ સમાજને સાથે રાખી શિક્ષણનો વ્યાપ વધારવા ઉપરાંત વ્યસનથી દૂર રહેવા માટેના શપથ લેવડાવી વધુમાં વધુ લોકો વ્યસનથી દૂર થાય તે માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું નક્કી કર્યું છે.