મહેસાણાના ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઈ ડેમ 58 ટકા ભરાયો, ડેમની જળ સપાટી 609 ફૂટને પાર - Mehsana rain
મહેસાણા: જિલ્લામાં આવેલ ખેડૂતોની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં ચાલુ વરસાદની સીઝનમાં નવા નીરની આવક નોંધાઇ છે. મહત્વનું છે કે, છેલ્લા 5 દિવસમાં ઉપરવાસમાં સારા વરસાદને પગલે વરસાદી પાણી ધરોઈ ડેમમાં ઉમેરાયા છે. આમ નવા નીરની આવક થતા ધરોઈ ડેમમાં છેલ્લા 20 દિવસની અંદર 10 ફૂટ જળ સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમ 58 ટકા જેટલો છલોછલ ભરાયો છે. જેથી આગામી 12 માસ સુધી ખેડૂતોને સિંચાઈના પાણી અને નગરપાલિકા વિસ્તાર સહિત અનેક ગામડાઓને ધરોઇના પીવાના પાણીની અછત નહીં સર્જાય. તજજ્ઞોના અનુમાન પ્રમાણે ઉપરવાસમાં સારો વરસાદ યથાવત રહેશે તો ધરોઈ ડેમ તેની મહત્તમ જળ સપાટી 622 ફૂટ પર નીર આવતા 100 ટકા સંપૂર્ણ રીતે ભરાશે.